4.3 - હસ્ત, ઓ કમલ પંચપાંખડી ! / સુંદરજી બેટાઈ


હસ્ત, ઓ કમલ પંચપાંખડી !
પંચતત્વની રમ્ય રસાયની અદીઠ હાથે ઘડી,
શાન્તિસર્જની સુભગ ઓ જડી !
     હસ્ત, ઓ કમલ પંચપાંખડી !

તુજ ઉષ્મિલ ઊર્મિલ મૃદુ સ્પર્શે
     રહો રહો ઊઘડી
દુખિયારાં હતજીવન
     નૂતન શતદલ રહો ઉચ્છલી !
     હસ્ત, ઓ કમલ પંચપાંખડી !

છંટાતા* દુ:સહ પવનોમાં,
     વકર્યાં વિફર્યા દુર્ભવનોમાં,
સૌરભભર મુદપરાગવૈભવ
     અંતરતમ સંભરી –
     રહો, ઓ અંતરતમ ઊભરી !

     હસ્ત, ઓ કમલ પંચપાંખડી !
     શાન્તિસર્જની સુભગ ઓ જડી !

૨૪-૧૦-૧૯૭૪
* છંટાતા = દુર્ગંધ મારતા (કચ્છી પ્રયોગ છે.)


0 comments


Leave comment