39 - કદી ઘડીભર પનાહ આપે / હર્ષ બ્રહ્મભટ્ટ


કદી ઘડીભર પનાહ આપે,
અચૂક અઢળક સલાહ આપે.

દરેક પગલે મળે ખજાના,
અસલ શિખામણ તબાહ આપે.

સદાય તરસી રહેલ યાદો,
વહી જવાને પ્રવાહ આપે.

ઘણાંય પુણ્યો ઘણું છુપાવે,
ખરો પરિચય ગુનાહ આપે.

બધીય વાતો ભલે અધૂરી,
બધા ખુલાસા નિગાહ આપે.


0 comments


Leave comment