41 - સ્મરણમાં જ્યાં બધે ગુલમ્હોર લાગે / હર્ષ બ્રહ્મભટ્ટ


સ્મરણમાં જ્યાં બધે ગુલમ્હોર લાગે,
ઉઘાડું આંખ તો ત્યાં થોર લાગે.

સળગતી એક ભઠ્ઠી થઈ ગયા છે,
ઘણા એવાય ઈર્ષાખોર લાગે.

ગમે ત્યાં જાઉં પાગલ પ્રેમને તો,
તું સંગાથે જ આઠે પ્હોર લાગે.

ધ્રુજાવી દે ઘડીમાં કૈંક શાસન,
ગજબ આંસુય બળવાખોર લાગે.

અચાનક માંદગી આવી ચઢે તો,
અજાણ્યા હાથમાં છે દોર લાગે.

થતું તૂટી જ પડશે આભ આખું,
હૃદયમાં યાદ સૌ ઘનઘોર લાગે.


0 comments


Leave comment