43 - માર્ગમાં ને શ્વાસમાં ધુમ્મસ મળે / હર્ષ બ્રહ્મભટ્ટ


માર્ગમાં ને શ્વાસમાં ધુમ્મસ મળે,
એ જીવનમાં કઈ રીતે સાહસ મળે ?

હા, હશે બુદ્ધિ વગરનો કોઈ, પણ –
પ્રેમ વિનાનો ન કોઈ માણસ મળે.

રોશનીના મ્હેલના ખૂણે હજુ,
સાચવેલાં એક-બે ફાનસ મળે.

ક્યાંય દેખાતો નથી ઈશ્વર ભલે,
શોધવા જો જાવ તો ચોક્કસ મળે.

તેં જ દફનાવી ખુશીઓ ત્યાં બધી,
જ્યાં ઉદાસી ને ફક્ત આળસ મળે.


0 comments


Leave comment