46 - છૂટી ગઈ છે ટેવ, દિલને ખોલતાં શીખું / હર્ષ બ્રહ્મભટ્ટ
છૂટી ગઈ છે ટેવ, દિલને ખોલતાં શીખું,
છે એ જ ઈચ્છા કે હું દિલથી બોલતાં શીખું.
બધા જ દંભ ને દેખાડા મૂકી કોરાણે,
મૂકીને મન ગમે એ પળમાં ડોલતાં શીખું.
બજાર એકલું બ્હાર નથી, છે ભીતર પણ,
શીખી લે બુદ્ધિ નીડર લઈને તોલતાં શીખું.
સદાય લાગણી ઈચ્છે કે બધુંયે ઢાંકું,
કપટ ચહે છે બધી વાત ફોલતાં શીખું.
ઘડ્યા ને છોલ્યા વિનાની આ જાત શું કરશું ?
કશુંક કર હવે ઓ ‘હર્ષ’ કે છોલતાં શીખું.
0 comments
Leave comment