50 - મુક્ત કાફિયા ગઝલ / હર્ષ બ્રહ્મભટ્ટ


સોંસરી તીવ્ર યાદ વીંધે છે,
કૈંક જન્મોનો સાદ વીંધે છે.

મ્હેંક સોતું ગુલાબ વીંધે છે,
યાદ આવી જનાબ વીંધે છે.

દેહ પર છિદ્ર અમસ્તા ક્યાં છે ?
કૈંક ઈચ્છા અપાર વીંધે છે.

થૈ ગયા પાયમાલ વીંધાઈ,
એક જૂનું વહાલ વીંધે છે.

એ પછીનાં બધાં મિલન ફિક્કાં,
કોઈ વસમી વિદાય વીંધે છે.

દેહ કોનો અને હૃદય કોનું ?
‘હર્ષ’ એક જ વિવાદ વીંધે છે.


0 comments


Leave comment