51 - મુક્ત રદીફની ગઝલ / હર્ષ બ્રહ્મભટ્ટ


એના હાથે પાણી પીધું,
જીવતર શું છે જાણી લીધું.

નાણાંમાં મન ક્યાંથી લાગે,
અમે જગતને નાણી લીધું.

જે કૈં પાસ હતું દઈ દીધું,
આમ અસલ સુખ માણી લીધું.

બધું મૌનમય હતું અટપટું,
સમજાવી ગઈ વાણી સીધું.

પછી ઝુકાયું તનથી-મનથી,
બેઉ તરફ જઈ તાણી લીધું.


0 comments


Leave comment