52 - ચોતરફ જો ઊગી જાય સપનાંનું વન / હર્ષ બ્રહ્મભટ્ટ


ચોતરફ જો ઊગી જાય સપનાંનું વન,
બળતું અટકે લીલુંછમ આ ઈચ્છાનું વન.

એક તેં સાદ પાડ્યો હતો આંખથી,
દિલ હવે એના પડઘાના પડઘાનું વન.

કૈંક વારસોથી છે છાંયડો કેદ ત્યાં,
બળતા પગમાં જે અટવાતું તડકાનું વન.

મૂંઝવણ બેઉ પગને રહી છેક લગ,
આંખ સામે રહ્યાં કૈંક રસ્તાનાં વન.

શ્વાસમાં ‘હર્ષ’ રણકાર એનો મળે,
દૂર ને દૂર જે એક રણકાનું વન.


0 comments


Leave comment