53 - હોવું ય રડાવે અને ન હોવું રડાવે / હર્ષ બ્રહ્મભટ્ટ


હોવું ય રડાવે અને ન હોવું રડાવે,
સગપણ બધા જ આંસુઓથી આમ સજાવે.

જોવાની – પ્રમાણોની પડી ટેવ એટલી,
ઈચ્છે બધા જ પ્રેમ છે સાચો તો બતાવે.

ક્યાં કોઈને ફુરસદ છે સમય કાઢે જીવનમાં,
કાઢી’તી ખબર કેટલી વેળા એ ગણાવે.

ભણવા ભણાવવામાં પૂરી જિંદગી થતી,
દુનિયાથી જે શીખે પછી દુનિયાને ભણાવે.

ઓ ‘હર્ષ’ સૂકાતી જ જતી જિંદગી સતત,
ને લાગણીય ક્યાં લગી આંસુઓ વહાવે ?


0 comments


Leave comment