3 - ન ખૂલેલાં બારણાંઓ દાનમાં દીધાં / દિનેશ કાનાણી


ન ખૂલેલાં બારણાંઓ દાનમાં દીધાં,
જા, તને સંભારણાંઓ દાનમાં દીધાં.

વાયરાએ પાનખરની હાક પાડી તો,
ડાળખીએ પાંદડાંઓ દાનમાં દીધાં.

કમનસીબી એટલે શું ? એમ પૂછ્યું ત્યાં,
એમણે આ ઝાંઝવાંઓ દાનમાં દીધાં.

બીજું તો પાસે હતું શું આપવા જેવું ?
દીકરીએ ડૂસકાંઓ દાનમાં દીધાં.

જ્યાં જ્યાં મારી વેદના પ્હોંચી હતી ત્યાં ત્યાં,
મેં ગઝલના દીવડાઓ દાનમાં દીધાં.


0 comments


Leave comment