4 - રોજ એને યાદ કરવાની પ્રથા ખોટી છે ! / દિનેશ કાનાણી


રોજ એને યાદ કરવાની પ્રથા ખોટી છે !
ને બધાંને સાદ કરવાની પ્રથા ખોટી છે !

મન વચન ને કર્મથી કે લોક બદલી ગયા છે,
એમને આબાદ કરવાની પ્રથા ખોટી છે !

પ્રેમ છે ? તો આપજે ખોબો ભરીને ફૂલો,
પ્રેમમાં ફરિયાદ કરવાની પ્રથા ખોટી છે !

થઈ શકે તો એક વત્તા એક અગિયાર કર જે,
એકથી એક બાદ કરવાની પ્રથા ખોટી છે !

થઈ ગયું છે એ થઈ ગયું, શું થઈ ગયું એમાં ?
બિનજરૂરી વાદ કરવાની પ્રથા ખોટી છે !


0 comments


Leave comment