5 - આપવીતી લખાવ તો આપે / દિનેશ કાનાણી
આપવીતી લખાવ તો આપે
આ અહમને હટાવ તો આપે
તું બધાંનું લઈને ઊભો છે,
કૈંક તારું વટાવ તો આપે
આપવાનો બધાયને એ તો,
તું શરાફત બતાવ તો આપે
ભાગ્ય ઊભું છે હાથ ફેલાવી
તું કદમને ઉઠાવ તો આપે
આટલો વલવલાટ શેનો છે !
તારી શ્રધ્ધા બચાવ તો આપે
0 comments
Leave comment