73 - આજ સાંજની ઘેરી ઉદાસી / તુષાર શુક્લ


પુ: આજ સાંજની ઘેરી ઉદાસી
મૌન છે મહાસાગર

સ્ત્રી: અહીં જ ક્યાંક આપણ
સંગાથે રમતાં’તાં ઘર ઘર

સ્ત્રી: તારી આંખોમાં ટળવળતી’તી રંગભરી માછલીઓ
મારી આંખમાં ઘૂઘવતો’તો સૂનો સૂનો દરિયો

દરિયો ઝંખે માછલીઓને, માછલી માંગે દરિયો
રેતની રેખાના સંકેતને જાણતી’તી જલપરીઓ

અહીં જ ક્યાંક અણધારી
જામી’તી શ્રાવણની ઝરમર
અહીં જ ક્યાંક આપણ
સંગાથે રમતા’તા ઘર ઘર

પુ: હળવે હાથે તટ પર લખ્યું’તું તારું નામ
અક્ષક દીવે ઝળહળતું’તું નાળિયેરીનું ગામ

આગળીઓની વચ્ચે તારી આંગળીઓ સરકાવી
તેં ય કહ્યું’તું, જાનમ આપણ સાથમાં રહેશું આમ

અહીં જ ક્યાંક સંભળાયું’તું
એ પ્રીતનું પહેલું જંતર
અહીં જ ક્યાંક આપણ
સંગાથે રમતા’તા ઘર ઘર


0 comments


Leave comment