75 - એ જ સ્થળ ને એ જ મોસમ / તુષાર શુક્લ
એ જ સ્થાન ને એ જ મોસમ
અહીંયા મળ્યાં’તાં આપણે
એ પછી આંસુના દીવા
ઝળહળ્યાં’તા પાંપણે
કૈં હજી કહેવું હતું ને કૈં હજી પૂછવું હતું
હાથ લંબાવી ને આંસુ આંખથી લૂછવું હતું
સાથમાં ચાલ્યા પછી
પાછાં વળ્યાં’તાં આપણે
શબ્દ છળ છે, શબ્દ મૃગજળ એ હવે સમજાય છે
‘આવજો’નો અર્થ અહીંયા, છૂટા પડવું થાય છે
આપણે કેવળ મળ્યાં
ક્યાં ઓગળ્યાં’તાં આપણે?
0 comments
Leave comment