50 - તરણું મળે..! / જગદીપ ઉપાધ્યાય
આભમાં રમતું પરોઢે એક ચાંદરણું મળે
ને મને નરસિંહ કેરું કોઈ સાંભરણું મળે.
જન્મથી મૃત્યુ સુધીની ગડમથલનો અર્થ છે ;
કસ્તુરી હો નાભિમાં ને દોડતું હરણું મળે.
લાખ દરિયા કોઈની કૃપા તણા નવ જોઇએ,
એક મારા હક્ક તણું નાનું ભલે ઝરણું મળે.
મુક્તિ હો મૃત્યુ પછી એ વાત જાણે એમ થઈ
કે ડૂબી જાઓ પછી તરવા કોઈ તરણું મળે !
'વિશ્રામ' : નવેમ્બર - ડિસેમ્બર – ૧૯૯૧
0 comments
Leave comment