4.7 - ક્યમ જ વ્યર્થ રે ઉડવું ? / સુંદરજી બેટાઈ


વિલોકું નિયતિક્રમે ગગનજ્યોતિઓ સંચરે;
નિહાળું લવણામ્બુરાશિ – જલ ઓસરે ઊભરે;
વિલોલ વહતાં રહે સલિલ શાં નદીનિર્ઝરે;
અદૃશ્ય જગનેત્રને અનિલ વિશ્વ પ્રાણે ભરે –
સુમન્દ લહરે કદી, કદિક તો પ્રચંડે રવે.

હું કર્મગતિ-નિર્મિતે પદ ન રાખું કાં વાસ્તવે ?
ઘડી ઘૃતિ થઇ જતી અચલ ચંચલા કેમ રે ?
ન શું જગદરણ્ય કામ્ય ? વિલસે ન ત્યાં કાં રતિ ?
દમે દુખદ દર્શનો ? છલબલે ભલે એ દમે !
રુચે ક્યમ જ ભાગવું ? અગર ભાંગવું શે ગમે ?

ધ્રુવસ્થિતિ ન અધ્રવે કદિય કામું હું કામણે;
ન ઉન્નત રહ્યાં લે વલખું હું કરે વામણે;
અગાધ અવગાહને તરફડી કશું ડૂબવું ?
અફાટ અવકાશમાં ક્યમ જ વ્યર્થ રે ઊડવું ?

૦૪-૧૧-૧૯૭૪


0 comments


Leave comment