4.10 - પદે પદ મિલાવવાં* / સુંદરજી બેટાઈ


શ્રવણે ઉત્પથ્યા કર્ણ પોતાના જ ઉમેડવા;
અન્યનાં શ્રવણોમાં તો સત્ય ને પ્રીતિ રેડવાં.

કુત્સિતે નિજ નેત્રોને બંધ દેવાં કરી સ્વયમ્;
અન્યનાં નેત્રને નિત્ય શુચિ દર્શન પ્રેરવાં.

પ્રહારક સ્વહસ્તોને અપ્રમાદે જ રોકવા;
પરની સાન્ત્વના કાજે દેવા તેને પ્રવર્તવા.

ધસતાં અવળે માર્ગે વેગે, સ્વચરણો બલે
રોધવાં; ઋજુમાર્ગોની ગતિ સતમાં જ વાળવાં :
અન્યનાંય સદા સાથે પદે પદ મિલાવવાં.

* ‘धम्मपद’ ના પુન:પઠનની અસર તળે


0 comments


Leave comment