4.12 - કોણે રે ઓ ? શાને રે ઓ ? / સુંદરજી બેટાઈ


એ ગયા બુદ્ધ, મહાવીર, જિસસ, એ ગયા આપણા ગાંધી,
જગને આંગણ સદાદૂઝતી સદારિબાતી કામધેનુને બાંધી :
કામધેનુપય અવખ પડ્યું તે દીધ આમ શું છાંડી ?

બળબળતી મદિરાપ્યાલી મુખ સુખે રહે કાં માંડી ?
ડાહીડમરી લપઝપ-ડૂબી માનવતા શું ગાંડી ?
કોણે રે ઓ કલ્પવૃક્ષને મૂળે દીધી ટાંડી ?
શાને રે ઓ કલ્પવૃક્ષને દીધી રે વખટાંડી ?

એપ્રિલ ૧૯૭૫, નવી દિલ્હી


0 comments


Leave comment