6.2 - હ્યાં દુર્દગ્ધે / સુંદરજી બેટાઈ


ક્યાં રે ક્યાં એ, જે અહીંથી સિધાર્યાં ?
ક્યાં રે ક્યાં એ, જે અહીં આવનારાં ?
રેલન્તાં શું રંગરેલી ઉષામાં ?
રુંધાતાં વા અંધ ઘેરી નિશામાં ?

લાવ્યાં’તાં તો સંભરી રિદ્ધિછાબ,
ભસ્માઈ તે ધગધગી આગમાં હ્યાં !
અંગારા આંહીતણા સંગ લીધ,
અંધારાં ત્યાં દગ્ધજો તે વડે જ :
(જોજો એ ત્યાં ના દહે કોઈ ને જ !)

હોયે જો ત્યાં ઊર્ધ્વ વર્ષા અમીની,
તેનાં ફોરાં તો અહીં ભેજજો જ.
જો અંગારા હોય ત્યાં યે લખ્યા જ,
દેજો તેને તો અમીછાંટ ત્યાં જ;
રહેજો રાખી આવનારાંની દાઝ !
હ્યાં દુર્દગ્ધે તો અમીનો દુકાળ !

૧૭-૧૦-૧૯૭૪


0 comments


Leave comment