6.3 - મારે કોઈ નહિ અબળખા / સુંદરજી બેટાઈ


મારે કોઈ નહિ અબળખા જ્યોતિની નવ્ય કો હ્યાં;
દીધાં દૈવે નયન જ તમે જો રહો પ્રીતિસોહ્યાં !
કારા કારા જગહૃદયને રોધતી જે અકારી,
ભેદી તેને, નયન ! નવલાં નિર્ઝરો શીત વારિ !

૦૬-૧૨-૧૯૭૪


0 comments


Leave comment