6.4 - અહો, પુષ્પો પુષ્પો / સુંદરજી બેટાઈ


અહો ! પુષ્પો પુષ્પો નવલ રસગંધે મલકતાં,
વસન્તે શું ખોલ્યાં નિજ વિમલ ઉત્કુલ્લ નયણાં !
શું એ મારે હૈયે ઘનગહન અંધારજલમાં
અચિન્ત્યાં આશાનાં કુસુમ વિમલાં સૌરભછલ્યાં ?

૧૯-૧૦-૧૯૭૪


0 comments


Leave comment