6.5 - પ્રભો ! દ્વારે દ્વારે / સુંદરજી બેટાઈ


પ્રભો ! દ્વારે દ્વારે અટન નિરમ્યું નિત્યનું જ શું ?
વિભો ! દ્વારે દ્વારે નહિ જ નિજ તેં મન્દિર રચ્યું ?
ભલે દ્વારે દ્વારે તુજ નવ મને દર્શન મળે,
વહાવે જો હૈયું તુજ રટણસૌભાગ્યસુજલે !

૧૪-૧૦-૧૯૭૪


0 comments


Leave comment