58 - ક્યાં કદી પાછા વળી જોયું અમે / હર્ષ બ્રહ્મભટ્ટ


ક્યાં કદી પાછા વળી જોયું અમે,
રોજ આગળ નીકળી જોયું અમે.

સાવ અંધારે બળી જોયું અમે,
કોડિયું થઈ ઝળહળી જોયું અમે.

મૌન પર શ્રદ્ધા સતત વધતી ગઈ,
આ જગતને સાંભળી જોયું અમે.

કોઈ એકલતા હવે નડતી નથી,
દોસ્ત ! દુનિયામાં ભળી જોયું અમે.

શાંત સાગર સમ સભરતા સાંપડી,
ખૂબ બધ્ધે ખળભળી જોયું અમે.


0 comments


Leave comment