59 - બ્હારથી લલચાવતું સુંદર જે પુષ્કળ લાગશે / હર્ષ બ્રહ્મભટ્ટ


બ્હારથી લલચાવતું સુંદર જે પુષ્કળ લાગશે,
ઊતરીશ ઊંડે તો કદરૂપું એ કેવળ લાગશે.

છે નિયમ નિષ્ફળ ક્ષણે હરકોઈ આગળ લાગશે,
ને સફળતામાં જગત આખ્ખુય પાછળ લાગશે.

આંખ બાળકની હશે ને દૃષ્ટિ જો મા ની હશે,
સાવ કાળું છે છતાં ઝળહળતું કાજળ લાગશે.

ભરઉનાળે કોઈ વગાડે છાંયડો શોધ્યા પછી,
આગવી શોભાભર્યો એ તુચ્છ બાવળ લાગશે.

એ જ છે સંગાથ સાચો, એ જ સાચો પ્રેમ છે,
કોઈનો એહસાસ જીવનમાં પળેપળ લાગશે.


0 comments


Leave comment