60 - ઝરમરતું જ્યાં રેશમ લાગે / હર્ષ બ્રહ્મભટ્ટ


ઝરમરતું જ્યાં રેશમ લાગે,
લાગણીઓની મોસમ લાગે.

જ્યાં જ્યાં તારી દૃષ્ટિ પડતી,
ત્યાં ત્યાં સઘળું ઉત્તમ લાગે.

એક ફૂલ જે તેં દીધું’તું,
એ જ મ્હેકતું કાયમ લાગે.

કોઈ યાદ આવે આંખોને,
મન વરસાદી ફોરમ લાગે.

‘હર્ષ’ ગઝલ થઈ જાતી અંતે,
અનુભૂતિ જે મોઘમ લાગે.


0 comments


Leave comment