62 - પડે સુખમાં દુઃખ એ સગાંને ગમ્યું / હર્ષ બ્રહ્મભટ્ટ
પડે સુખમાં દુઃખ એ સગાંને ગમ્યું,
મળે દુઃખમાં સુખ એ ખુદાને ગમ્યું.
પ્રયત્નો કરું કેટલા ? ક્યાં લગી ?
અલગ દૂર રહેવું બધાને ગમ્યું.
ઉદાસીય સૌને હસાવી ગઈ,
ચાલો કૈંક તો આ સભાને ગમ્યું.
હશે હાલ દરદીના કેવા થયા ?
દરદને ગમ્યું ઘર, દવાને ગમ્યું.
અને એ મિલન આખરી થઈ ગયું,
ન પાછા જવાનું હવાને ગમ્યું.
0 comments
Leave comment