89 - મારે ને તારે હવે કૈં નથી નાતો / તુષાર શુક્લ


મારે ને રે હવે કૈં નથી નાતો
આવું કહું છું ત્યાં મારી યે આંખોનો
રંગ, સખી, થાય સ્હેજ રાતો
છોને, મારે ને તારે હવે કાંઈ નથી નાતો

કુંડળીના અક્ષર શો તારો સ્વભાવ
કોઈને માગ્યા વિના ય તું તો ફળતી
માંગી મળે ન મને, શાને, તો આમ પછી
છોડીને જાતી, પાછી વળતી?
તારો મારગડો શાને વંઠાતો?

બાંધીને છોડે, ને છોડીને બાંધે
તને પાસે કહું કે કહું દૂર ?
મૃગજળને પામવાને તરસ્યાની દોડ સમું
જગમાં નથી રે કાંઇ ક્રૂર
તારા મનનો ના ભેદ સમજાતો


0 comments


Leave comment