90 - આદિથી અંત લગી ભાતીગળ ભાસતી / તુષાર શુક્લ


આદિથી અંત લગી ભાતીગળ ભાસતી
આ જિંદગીને કેમ કરી જાણું?
મલમલમનું પોત ઘડી, કાળું મલીર
એને ઓટીને, આયને વખાણું
મારી ભૂલી જવી વાત બધી પાછલી
મારું શૈશવ તો ઊતરેલી કાંચળી

બાપુના આંગળીએ મ્હોરેલા મોગરાનું
ખરી જતું જોયું જ્યાં ફૂલ
ઝૂકી ને વીણી, જ્યાં ડાળીએ મૂક્યું ત્યાં
બાપુએ સમજાવી ભૂલ
ખીલી ને ખરતાં ને સુગંધ સરતાં
આ ફૂલોથી પાછું ફોરાય નહી
પરણ્યાની મેડીએ મહેંકતો મોગરો આ
શાને અપાવે યાદ પાછલી?.. મારું શૈશવ

પનઘટ પર પાણીડે જાતાં આ જિંદગીની
વાત એક એવી સમજાણી
વહેતા પાણીમાં હાથ ફરી વાર બોળશો તો
હશે નહિ એનું એ જ પાણી
ગમતું અણગમતું જે જીવી જવાયું એને
ફરી પાછું કોઈથી જીવાય નહીં
જળ જેવું લાગે છો મૃગજળ પણ એવી કૈં
તરસ્યાનો તરસ્યું છીપાય નહીં
જળમાં રહીને મેં ય જાણી લીધું છે
હવે હું યે છું આ દરિયાની માછલી
હવે હું યે ભૂલી ગઈ છું વાત બધી પાછલી


0 comments


Leave comment