17 - પહેલા ઈશ્વર કેટલો ઓરો હતો / દિનેશ કાનાણી
પહેલા ઈશ્વર કેટલો ઓરો હતો,
ગામ વચ્ચે ગામનો ચોરો હતો !
તે છતાંયે આંખ ભીની થઈ ગઈ,
એક કાગળ હાથમાં કોરો હતો !
ગૂંથી લેતી રોજની ઘટના બધી,
‘મા’ ની પાસે દ્રષ્ટિનો દોરો હતો.
કોણ આવે પીરસેલા થાળ પર ?
આપણો કંસાર પણ મોળો હતો !
ઊંચકીને કાં બધાં હાંફી ગયા ?
જીવ મારો આમ તો ફોરો હતો !
0 comments
Leave comment