24 - શ્વાસની સંભાવનાઓ ત્યાંય સારી હતી / દિનેશ કાનાણી
શ્વાસની સંભાવનાઓ ત્યાંય સારી હતી
પથ્થરોની ભીંત વચ્ચે એક બારી હતી
માત્ર તારા ઘરમાં બત્તીઓ જ ઠારી નથી
તે નગરની લાંબી આ સડકોય ઠારી હતી
સાગરોના ઘૂઘવાટો, પર્વતોની અદા
ને પ્રવાસોના પવનમાં યાદ તારી હતી
બાંકડા પર બેસું કે હું પાંદડાઓ ગણું ?
સાંજના વાતાવરણમાં સાંજ ભારી હતી
સર્જકોના અંતમાં ને એના આરંભમાં
કોઈ પીડા નામની બે ચાર નારી હતી
0 comments
Leave comment