24 - સૂરજને છાબડીએ ઢાંકુ / હરીશ મીનાશ્રુ


સૂરજને છાબડીએ ઢાંકુ
પડછાયો આજે ઇક્ષ્વાકુ

કોઈ છટકબારી શોધે તો
તું ચીંધે છે સોયનું નાકું

નાચણહારી ચરણ મૂકે ત્યાં
અઢાર અંગે આંગણ વાંકું

ધર્મગ્રંથ ખોલીને, સંતો
સાવ જ કોરું પાનું ટાંકું

કાચો શબ્દ હૃદયની આંચે
બની ગયો અમરાફળ પાકું


0 comments


Leave comment