28 - ઉલા સાની ઉલા સાની/ હરીશ મીનાશ્રુ


ઉલા સાની ઉલા સાની
સુખનવર, આ તડપ શાની

ગયાં દૈ હાથતાળી જે
હતાં દાતાર ને દાની

કહો, પોથીના રીંગણનો
ક્યો છે રંગ, હે જ્ઞાની

અમે આસવ ગણી પીધી
છે આતશની મહેરબાની

કે અમૃત માત્ર બ્હાનું છે
સજા પામ્યા છો મથવાની

બૂડાડે બાર વ્હાણોને
આ શબનમ ભારે તોફાની

ગઝલમાં ઘર તમે માંડ્યું
વળી જગ્યા ય મોકાની


0 comments


Leave comment