1.6 - સપનું / મુકેશ જોષી
અલ્યા,
સપનાના ભાયગમાં છોકરી આવે છે:
તારા ભાયગમાં તો સપનું
એવું સપનું તારે શા ખપનું?
સપનાને આવવા ને ચાલવાને માટે
તું આંખોને રાતભર મીંચે
તારી સામે જ પેલું સપનું લઈ જાય
પેલી છોકરીને ફૂલને બગીચે
સપનું ધરાઈને ભોગવે છે ફળ
તેં કીધેલા વર્ષોના તપનું?
સપનાને બંનેની વચ્ચે ન રાખ
ક્યાંક વહેંચી દેશે એ ગોળધાણા
છોકરીને મેળવવા કીધાં હતાં
એ ફોગટ જશે એકટાણાં
છોકરીને રૂબરૂ જઈને જા પૂછ:
શું કરવું મારી તડપનું?
0 comments
Leave comment