1.7 - આજુબાજુ / મુકેશ જોષી


આજુબાજુ લાગણીઓ હો
          વચ્ચે તારી મૂર્તિ
       મારી આંખો એટલું જોવા
          રાત ને દિવસ ઝૂરતી

વ્હાલને  કાંઠે  સાવ  એકલું,  મંદિર  મારું  સૂનું
સાંજને આરતીટાણે, આંખથી કંઈક ઝરતું ઊનું
તારા સ્મિતની એક પાંખડી
મારા  માટે  પૂરતી... આજુબાજુ...

પગરવનો ઘંટારવ ક્યારે, મધુર  થઈને ગુંજે
શ્વાસો મારા રાધા જાણે, શ્યામને શોધે કુંજે
તારી આંખે જોવી મારે
જીવનની ખૂબસૂરતી...આજુબાજુ...


0 comments


Leave comment