1.11 - એક ગમતીલું ગામ / મુકેશજોષી


એક ગમતીલું ગામ
ગામ વચ્ચે કૂવો
કૂવે ગરગડીઓ ચાર
ચાર સહિયરની હાર
હાર વચ્ચે છોરી
છોરી રૂપનો તિખાર
તીખી નૈનોની ધાર
ધાર જાણે તલવાર
કાપે ખચ્ચક ખચ્ચક કાપે ખચ્ચક ખચ્ચક

જાણે આકાશી ચાંદ
ચાંદ આવે બહુ યાદ
યાદ ટહુકાનો મોર
મોર કરતો બહુ શોર
શોર મળવાની જીદ
જીદ માંડવાની પ્રીત
પ્રીતે હૈયું વીંધાય
વીધ્યું કોને કહેવાય
બોલો સચ્ચક સચ્ચક બોલો સચ્ચક સચ્ચક

એના મલક્યાનું સ્મિત
સ્મિત જોતું એ ગામ
ગામ મંદિરિયે જાય
જાય માનતાઓ થાય
થાય મલકે એ રોજ
રોજ તડપ્યાની મોજ
મોજ કેમે સહેવાય
સહે આંખ લાલ થાય
રાત ભરચક ભરચક રાત ભરચક ભરચક


0 comments


Leave comment