3 - ચાલુ ચોમાસે / દલપત પઢિયાર


ચાલુ ચોમાસે 
નવેરામાં 
નવા આંબા ઊગ્યા હશે....
આ લ્યો !
ઊગેલા ગોટલાને ધસી-ધસી 
પિપૂડી વગાડવાની ઉંમર તો 
આખરે 
થડિયું થઈને રહી ગઈ !
અમને ફૂટવાનો અનુભવ 
ક્યારે થશે ?


0 comments


Leave comment