5 - પૂછી લેજો / દલપત પઢિયાર


હું
ગામથી દૂર
સિઝન પછી ગોદે લટકતો
કોકડું વળી ગયેલો કોસ.
પાણી ખેંચી ખેંચીને પાયેલી
કારેલીની વાડી
જયારે ખેડી નાખો
ત્યારે
રોડા તળે રહી ગયેલા કોક
ચીઢાના મૂળને
પૂછી લેજો
મારું બદલાઈ ગયેલું સરનામું.


0 comments


Leave comment