7 - તમે / દલપત પઢિયાર


તમે
પરોઢે;
પરાળની પથારી જેવું
વ્યસ્ત બગાસું,
પોટલું વળી ગયેલી આંખો,
વળગણી પરનો અસ્તવ્યસ્ત સમય,
જુઓ
આ સંદર્ભ
ક્યાંકથી છેડો ફાડી રહ્યો છે !


0 comments


Leave comment