8 - રાતો સમય / દલપત પઢિયાર


તમે નહીં માનો
મેં આખા વગાની કુંભીઓ
રાતી થઈ જતી જોઈ છે.
આજે પણ કોઈક પલાંઠીએ
ઓટલો ને અંધારું
ઊંઘ અને અજવાળું
એ રાતા સમયની કોઈ જ છાપ
હું તમને નહીં આપી શકું.
કેમ કે વાત કરતાંમાં જ
રાતા અવાજમાં ઘર ધૂણી ઊઠે છે.
સમય હાંસિયા પાડી જાય છે.
રાતા અવાજના.
કોગળા કર્યા વગરનો જ પાછો
ફરે છે અવાજ.
એકાદ છેડેથી ગાંઠ છોડું ન છોડું
ત્યાં તો
સમડીની આંખમાંથી છટકી ગયેલ
રાતી નજરનો દોરો
મારી આજુબાજુ પાંગાથ બાંધી દે છે.


0 comments


Leave comment