10 - જીવને / દલપત પઢિયાર


જીવ !
અહીં ખૂબ સંભાળીને ચાલવા જેવું છે.
છીંડુ હશે તોય
છેડો તો ભરાવાનો જ.
તેથી કંઈ આખી વાડ સાથે
વેર થોડું બંધાય ?
સંભવ છે કે ક્યાંક
કંકોડીનો વેલો ટક્યો હોય.
પણ સાલા !
દાતરડાના કાકર જેવી તારી જીભ
નીંઘલતા પાકનેય
વગર જોયે વાઢી નાખ્યા.
રણનો ધતૂરો અહીં
રવેશમાં ફાલે તે પહેલાં
તેં તને
સૂરણની ગાંઠ જેમ
બીજે રોપી દીધો હોત તો... !


0 comments


Leave comment