33 - ચાંદ સૂરજનાં અમે કૂકા કર્યા / હરીશ મીનાશ્રુ


ચાંદ સૂરજનાં અમે કૂકા કર્યા
તત્પુરૂષે કેમ તાડૂકા કર્યા

બસ, રફૂ કરતા રહ્યા આકાશને
એમ જન્મારા અમે ટૂંકા કર્યા

શી ખબર કે શબ્દ ખાંડણિયો હશે
જાત ખાંડી ખંતથી ભૂકા કર્યા

ગળચટાં ગાઢાં મરણ જેવી ગઝલ
પારખાં મેં પ્હેલવારુકાં કર્યાં

ક્ષણ ઉપર ટુચકો કરી ભંગુરનો
સાત લીલા ભવ અમે સૂકા કર્યા


0 comments


Leave comment