37 - અવળ સવળ ઊંધા ને ચત્તાં / હરીશ મીનાશ્રુ


અવળ સવળ ઊંધા ને ચત્તાં
પાંચ પાંડવો બાવન પત્તાં

નર્યું નીતર્યું આભ શબ્દમાં
નિર્ગુણની કેવળ ગુણવત્તા

ચીંથરેહાલ દિશાઓ ફેંકી
ખુદા ખરીદે લુગડાંલત્તાં

સત્ત ચઢ્યું તે ધૂણવા બેઠા
ક્ષણ બોલી : સત્તે પે સત્તા

મૌન મલાજો પાળે છે ને
ગઝલ ઘૂઘવે છે અલબત્તા

મરણ મઢેલા પડછાયાને
માણસ ક્હો છો એ જ મહત્તા


0 comments


Leave comment