39 - ઝૂકે છે બંદગી ને ઊભો સમર્થ કેવળ / હરીશ મીનાશ્રુ


ઝૂકે છે બંદગી ને ઊભો સમર્થ કેવળ
તરણાં ગણીને તોડું છું શુષ્ક સ્વર્ગ કેવળ

બાળકનાં ફોયણાંમાં પેસી હવા નીકળતી
આ પોયણાંની પાંખે મૃત્યુનો અર્થ કેવળ

તર્પણ કરું તો દર્પણ સૌ ફોડવાં જ પડશે
હોવું કહે છે તે તો નિજનો વિસર્ગ કેવળ

તથ્યો ચૂંટીને કોઈ બનતું નથી તથાગત
સહેવાનો શબ્દ : વહેવાનું વિશ્વ વ્યર્થ કેવળ

એને ગઝલ કહું છું હું માત્ર કહેવા ખાતર
ભાષાને બ્હાને મુરશિદ આપે છે ભર્ગ કેવળ


0 comments


Leave comment