7 - ઉડાનને / કિરણસિંહ ચૌહાણ


રોકી નહિ શકો હવે મારી ઉડાનને,
આંબી જવું છે આ સમગ્ર આસમાનને.

ચપટી વગાડતાં જ સફળ થઈ શકાય પણ,
ગિરવે નહીં મૂકી શકું મારા સ્વમાનને.

જેને નથી કમાડ કે દીવાલ, બારી, છત,
તાળુંય કેમ મારવું મનના મકાનને.

તમને, મને કે અન્યને જેનાથી દુ:ખ મળે,
વળગી રહ્યાં છો કેમ તમે એ વિધાનને?

અનુભવ ભલેને હોય કટુ કે મધુર `કિરણ',
એનાથી બહુ ફરક પડે છે સાનભાનને.


0 comments


Leave comment