8 - જરૂરી છે? / કિરણસિંહ ચૌહાણ


નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે?
તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે?

મળ્યા, વાતો કરી થોડી, ગમ્યું બંનેના હૈયાને,
હવે એના ઉપર ગઝલો લખી દેવી જરૂરી છે?

અહીં પણ હાલ તારાથી અલગ ક્યાં છે? છતાં ખુશ છું,
અહીં પણ છે વ્યથા તો બહુ... બધી સહેવી જરૂરી છે?

નહીં તો જિંદગીની વારતા ક્યાંથી બને રોચક!
કરો હાજર, સમસ્યા જેવી હો એવી જરૂરી છે.

નહીં તો શુષ્કતા મળશે, તિરાડો વહોરવી પડશે,
વ્યથાઓ ભેજ થઈને આંખમાં રહેવી જરૂરી છે.


0 comments


Leave comment