11 - પગલાં ચાલે / કિરણસિંહ ચૌહાણ


કોણે કીધું આંખોમાં સપના ચાલે!
આ આખીયે ઘટના તો મનમાં ચાલે.

નૈયા ડોલે તો કંઈ દરિયો ના બદલું,
આપણને તો આ ફાવે ને આ ચાલે.

મારી સાથે ના ફાવે તો સામે આવ,
બાકી... પાછળ પડી રહે એ ના ચાલે.

શાને માટે હું શોધું તારો પર્યાય?
કામ નથી આ એવું કે અથવા ચાલે.

જીવનના હું એવા મુકામે બેઠો છું,
પગ રાખું છું સ્થિર... હવે પગલાં ચાલે.


0 comments


Leave comment