68 - એક ઈચ્છા જ્યાં ઊછળવા લાગે / હર્ષ બ્રહ્મભટ્ટ
એક ઈચ્છા જ્યાં ઊછળવા લાગે,
સાત દરિયાઓ પી જવા લાગે.
શ્હેર જાણે કે સજાવેલું રણ,
માણસો પણ જ્યાં ઝાંઝવાં લાગે.
સૂર્ય જાણે કે ભયંકર અફવા,
જીવ લઈ લોક ભાગવા લાગે.
એક માણસના કેટલા ચહેરા ?
રૂપ હંમેશ અવનવાં લાગે.
ઓ જુદાઈ કશુંક કર એવું,
જે અહીં થાય, ત્યાં થવા લાગે.
0 comments
Leave comment