72 - ખેલ બધા નિરાંતે જોયા / હર્ષ બ્રહ્મભટ્ટ
ખેલ બધા નિરાંતે જોયા,
સુખ-દુઃખ વાતે વાતે જોયા.
સાવ પારકા થૈ પોતાનાં,
સઘળાં લક્ષણ જાતે જોયા.
દિવસે જે જોયા’તા માણસ,
સાવ જુદા તે રાતે જોયા.
ભટકાવી દે એવા રસ્તા,
ભેટ અને સોગાતે જોયા.
ખરો સ્વભાવ પ્રગટતો દુઃખમાં,
અસલી સૌ આઘાતે જોયા.
કૈંક સાનમાં ‘હર્ષ’ સમજતા,
કૈંક સમજતા લાતે જોયા.
0 comments
Leave comment