74 - સાવ સંસારી સ્તરે છે વાતો / હર્ષ બ્રહ્મભટ્ટ


સાવ સંસારી સ્તરે છે વાતો,
એટલે જન્મી મરે છે વાતો.

જ્યાં અને ત્યાં બધે જ અથડાતા,
દિવ્ય દૃષ્ટિની કરે છે વાતો.

ભૂખ થોડોક વખત ભુલાતી,
ક્યાં કદી પેટ ભરે છે વાતો.

મંત્રથી કમ નથી જરા પણ એ,
કોઈનું દુઃખ જે હરે છે વાતો.

સંત જેવા જ એ સહજ – સાચા,
કાળજે જેની ઠરે છે વાતો.


0 comments


Leave comment