102 - નસ નસમાં ઓગળતા / તુષાર શુક્લ


નસ નસમાં ઓગળતા લીલાછમ્મ ટહુકા
ને હોવામાં ઉગ્યું એક ઝાડ
ઓશિકે આંસુનાં ફૂલો ખરે
ને મારી છાતીમાં નીકળ્યો ઉધાડ.

પંખીની ચાંચ મને અડકી જરાક
મારી લૂમી ઝૂમીને ગાય ડાળો
નાની શી પાંખોનો માણું ફફડાટ
મારી અંદર રચાઇ રહ્યો માળો
ફળિયામાં ફોરમનાં પગલાં સૂણું
ને ખૂલે વર્ષોનાં ભીડ્યાં કમાડ

ધગધગતી રેતીને કમખામાં બાંધીને
પાંગત પર જાગ્યાનું યાદ,
અણજાણી આંખોના ઇજનના અજવાળે
સૂરજના ડૂબવાનું બાદ
ઘરમાં રહું તો મને દર્પણ સતાવે
અને ઊંબર પર ઊગ્યા છે પહાડ.
(મા બનનારી બાળ વિધવાનું ગીત)


0 comments


Leave comment